મોટોરોલા ભારતમાં લોન્ચ કરવા માટે તેના આગામી ટેબલેટ Moto Tab G84 પર કામ કરી રહ્યું છે. અહીં આ ટેબલેટની લીક થયેલી રેન્ડર કરેલી તસવીરો છે.
તાજેતરમાં લોન્ચ થયેલા Moto G84 5G અને Moto G54 5G એ મોટોરોલા દ્વારા એક શાનદાર સ્માર્ટફોનો છે. એમ કહી શકાય કે બંને તેમની કિંમતના બીજા બધા સ્માર્ટફોન્સમાં શ્રેષ્ઠ સ્માર્ટફોન છે. એવું લાગે છે કે મોટોરોલા બજાર પર પ્રભુત્વ મેળવવા માંગે છે.
હવે સ્માર્ટફોન્સ પછી, મોટોરોલા તેનું નવું ટેબલેટ એટલે કે Moto Tab G84 લઈને આવી રહ્યું છે. આ Moto Tab G70 નું અપગ્રેડેડ વર્ઝન છે. આ નવા ટેબલેટ વિશે અત્યાર સુધી તો કોઈ લીક નહોતું પરંતુ તાજેતરમાં આ ટેબ્લેટના રેન્ડર લુક્સ એક પ્રખ્યાત ટિપસ્ટર સુધાંશુ અંભોરે દ્વારા શેર કરવામાં આવ્યા હતા. તો ચાલો તેને જોઈએ.
Moto Tab G84 ની રેન્ડર ઈમેજીસ
જેમ આપણે ઉપરોક્ત ફોટાઓમાં જોઈ શકીએ છીએ તેમ આ Motorola Tab G84 સ્લિમ બોક્સી ડિઝાઇનમાં આવશે. પાછળની પેનલ પર, તમારી પાસે એક લંબચોરસ કેમેરા મોડ્યુલ હશે જેમાં એક કેમેરા લેન્સ અને એક LED ફ્લેશ હશે.
પાછળની મધ્યમાં, એક મોટોરોલા લોગો મૂકવામાં આવે છે અને મધ્યમાં ડાબી બાજુએ, સ્ટાઈલસ પેનને કનેક્ટ કરવા માટે એક ચુંબકીય કનેક્ટર આપવામાં આવેલું છે. પાછળ, ડોલ્બી એટમોસ અને JBL બ્રાન્ડિંગ પણ કરવામાં આવેલ છે. જે આ ટેબ્લેટ ના ઓડિયો અનુભવને એક અલગ લેવલ પર જ લઇ જશે.
ફ્રન્ટ પેનલ પર જોઈએ તો, મધ્યમ કદના બેઝલ્સ વાળી એક મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં ગોળાકાર ખૂણાઓ છે. સાઇડ ફ્રેમ્સ પર નજર કરીએ તો, કીબોર્ડ અને એસેસરીઝના સપોર્ટ માટે પોગો પિન આપવામાં આવી છે જ્યારે નીચેની બાજુએ સ્પીકર ગ્રિલ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ મૂકવામાં આવેલ છે.
તે સિવાય, જો આપણે સ્પેક્સ વિશે વાત કરીએ તો, હજી સુધી આ Moto Tab G84 ના સ્પેસિફિકેશન્સ વિશે કંઈપણ બહાર આવ્યું નથી કે લીક થયું નથી, પરંતુ એક વિચાર મેળવવા માટે અહીં Moto Tab G70 ના સ્પેક્સ આપવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.
Moto Tab G70 ના ફીચર્સ
Moto Tab G70 માં ફ્રન્ટ સાઇડમાં 2K રિઝોલ્યુશન અને 400nits પીક બ્રાઇટનેસ સાથેની 11-ઇંચની IPS LCD ડિસ્પ્લે આપેલી છે. પર્ફોર્મન્સ વિભાગમાં, આ ટેબ G70 મીડિયાટેક હેલિયો G90T પ્રોસેસર, 4/6GB RAM અને 64/128GB સ્ટોરેજ ધરાવે છે. પાછળની પેનલ પર, વિડિઓ કૉલ્સ માટે 13MP સિંગલ રિયર કેમેરા અને 8MP સેલ્ફી કેમેરા છે.
સિસ્ટમને પાવર આપવા માટે, 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાળી 7,700mAh બેટરી હશે. Motorola Tab G84 પાસે Dolby Atmos દ્વારા ટ્યુન કરેલા ક્વાડ સ્ટીરિયો સ્પીકર્સ અને IP52 રેટિંગ પણ છે. આ સ્પેક્સને પેક કરતાં આ ટેબ્લેટ 258.4mm લંબાઈ, 163mm પહોળાઈ અને 7.5mm જાડાઈ મેળવે છે.
તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. નવા સ્માર્ટફોન/ટેબ્લેટ લોન્ચ, લીક્સ અને ફર્સ્ટ લૂક વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા Telegram Group અથવા WhatsApp Groupમાં પણ જોડાઓ તેમજ તમે અમને Google News પર પણ ફોલો કરી શકો છો. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.